Saturday, October 12, 2024

ચાઇના વિશ્વ માટે વ્યૂહાત્મક ખતરો પેદા કરી શકે છે, આ મુદ્દાઓ પર અમેરિકાએ ડ્રેગનની કાઢી ઝાટકણી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાંબા સમયથી શિંજિયાંગ પ્રાંતમાં રહેતા ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવે છે આ અત્યાચારને લઇ ચીન સમગ્ર વિશ્વની નજરમાં છે. વિશ્વના ઘણા મોટા દેશોએ આ મુદ્દે ઘણી વખત તેની ઝાટકણી કાઢી છે અને તેમનું વલણ સુધારવાની ચેતવણી આપી છે. આ પછી પણ, ચીન પોતાને બદલી શક્યું નથી. આ જ કારણ છે કે અમેરિકા ફરી એકવાર આ મુદ્દે પોતાનું કડક વલણ દર્શાવી રહ્યું છે. યુએસના વિદેશ સચિવ એન્ટની બ્લિન્કને ચીનને કડક શબ્દમાં કહ્યું છે કે તેમણે ઉઈગર મુસ્લિમોનો નરસંહાર બંધ કરવો જોઈએ. અમેરિકા એ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી આ મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે દરેક પ્લેટફોર્મ પરથી અવાજ ઉઠાવશે. ચીન પર આ મુદ્દે હુમલો કરવામાં માત્ર બ્લિંકન જ સામેલ નથી, પરંતુ પ્રતિનિધિ સભાની પ્રમુખ નેન્સી પેલોસી પણ તેમાં સામેલ છે. તેમણે કહ્યું છે કે ચીન તિબેટના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને સંસ્કૃતિને નષ્ટ કરવા સતત કામ કરી રહ્યું છે. આ બંને મુદ્દા પર અમેરિકાએ પોતાનું વલણ ખૂબ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાનું કહેવું છે કે ચીન વારંવાર તેના નેતાઓ, સરકાર અને સૈન્યની મદદથી લોકોને તેની તરફેણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે સાથે જ આ માટે તેમને ડરાવવામાં અને ધમકી પણ આપવામાં આવી રહી છે. તે સતત તેની શક્તિનો દુરૂપયોગ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે આંતરિક મંગોલિયામાં, ચીને મૈંડ્રિન ભાષાના ફરજિયાત શિક્ષણ પર ભાર મૂક્યો હતો. આ પછી ચીન સામે ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. તે જ રીતે, તિબેટમાં ચીન દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ કોઈથી છુપાયેલી નથી. આ જ સ્થિતિ હોંગકોંગની છે અને તાઇવાન સાથે ચીનનું સમાન વલણ આખી દુનિયાને દેખાય છે. યુ.એસ.એ તો એમ પણ કહ્યું છે કે ઉઈગર, તિબેટ અને હોંગકોંગના મુદ્દે માત્ર અમેરિકાના આવાજથી કઈ નહિ થાય આ માટે, બધા દેશોએ એક થવું પડશે અને ચીન સામે અવાજ ઉઠાવવો પડશે અને તેના પર દબાણ બનાવવું પડશે. આંતરરાષ્ટ્રીય દબાણ પછી જ ચીનના વલણમાં પરિવર્તનની અપેક્ષા રાખી શકાય છે. બ્લિન્કનનું કહેવું છે કે ચીનને દબાણમાં લાવવા માટે અનેક પગલાં લેવામાં આવી શકે છે. ચાઇનાને ઉઈગારોના નરસંહાર અને માનવાધિકારના ભંગ માટે જવાબદાર ગણાવીને તેના પર વિવિધ પ્રતિબંધો લગાવી શકાય છે, જો ચીન આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં પોતાની પર લાગેલા આક્ષેપોને નકારી કાઢે છે, તો સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં તપાસની મંજૂરી આપવી જોઈએ.ચીનને લઈને ઉઇગર્સ વિશે યુનાઇટેડ સ્ટેટ્સનું આ નિવેદન ખૂબ મહત્વનું છે.કારણ છે કે આવતા અઠવાડિયે ચીન અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ મળવા જઈ રહ્યા છે. પહેલેથી જ, યુએસના ધારાસભ્યોએ ચાઇના દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવતા બેઠક પૂર્વે વાતાવરણને ગરમ કર્યું છે. આ બેઠકમાં અમેરિકી વિદેશ સચિવ ઉપરાંત એનએસએ જૈક સુલિવાન ઉપસ્થિત રહેશે. ચીન વતી, તેમાં ચાઇનાની શાસક સામ્યવાદી પાર્ટીના ફોરેન કમ્યુનિસ્ટ પાર્ટીના વડા યાંગ જેઇચી અને રાજ્યના સલાહકાર અને વિદેશ પ્રધાન વાંગ યી શામેલ હશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર