Sunday, September 8, 2024

War 2 માં રિતિક રોશનની સામે હશે સાઉથનો આ સુપરસ્ટાર, વિલન બનીને આપશે ટક્કર.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘War’ એક બ્લોકબસ્ટર હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈને સિદ્ધાર્થ વૉરની સિક્વલ War 2 બનાવવાની તૈયારી કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર પહેલી ફિલ્મ ‘વૉર’ કરતા વૉર 2 વધારે દમદાર બનવા જઈ રહી છે. સિક્વલમાં પાછલી ફિલ્મની જેમ જોરદાર એક્શન સિક્વન્સ હશે, પરંતુ આ વખતે ફિલ્મ પહેલા કરતા પણ મોટી હશે, કારણ કે આ વખતે રિતિક રોશન ‘બાહુબલી’ સુપરસ્ટાર પ્રભાસની વિરુદ્ધ જોવા મળશે. સમાચારો અનુસાર પ્રભાસ ‘War 2’માં નકારાત્મક ભૂમિકામાં જોવા મળી શકે છે. જો કે, હજી સુધી આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોઈ પાસેથી મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ આનંદ થોડા દિવસો પહેલા પ્રભાસને મળ્યો હતો. સિદ્ધાર્થ ઈચ્છે છે કે તે પ્રભાસ સાથે તેના કરિયરની સૌથી મોટી ફિલ્મ બનાવે. આ ફિલ્મ એક્શનથી ભરેલી હશે. આ ફિલ્મના સંદર્ભમાં સિદ્ધાર્થ ઘણી વખત પ્રભાસ સાથે બેઠક પણ કરી ચૂક્યો છે અને પ્રભાસને સિદ્ધાર્થનો આઈડિયા પણ ગમ્યો. હવે બધી બાબતો ફાઇનલ કરવાની બાકી છે. તમને જણાવી દઈએ કે વૉર વર્ષ 2019 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે રિતિકે ફિલ્મમાં સિક્રેટ એજન્ટની ભૂમિકા ભજવી હતી, ત્યારે ટાઇગર તેની ટીમનો એક ભાગ હતો. જોકે, ફિલ્મમાં ટાઇગરનું મોત થાય છે, તેથી ટાઇગર શ્રોફ War 2 માં જોવા મળશે કે નહીં તે જોવું રહ્યું. હાલમાં સિદ્ધાર્થ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ કરી રહ્યો છે. યુએઈમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પઠાણના શૂટિંગ બાદ સિદ્ધાર્થ વૉર 2 પર કામ શરૂ કરી શકે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર