Monday, October 7, 2024

વાંકાનેર : સીએનજી રીક્ષાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ ઝાલા અને અજયસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના મહિકા ગામના પુલ પાસે સીએનજી રીક્ષા નં. GJ 03 BX 0405 માં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ કામગીરીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ રોયલ ચેલેન્જર ક્લાસિક પ્રિમીયમ વ્હીસ્કી 750mlની 78 બોટલો કિંમત રૂ. 40,560 સહિત કુલ રૂ. 1,00,560 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અફઝલભાઈ ઈકબાલભાઈ પીપરવાડીયા (ઉ.વ.23, રહે.રાજકોટ) અને આશીફભાઈ જીવાભાઈ મીનીવાડીયા (ઉ.વ. 20, રહે. રાજકોટ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ આર. પી. જાડેજા હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા તથા કો. મુકેશભાઈ જીલરીયા સંજયસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર