હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે જરૂરી કાર્યવાહી કરવા સુચના અપાઈ
જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરે જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સંલગ્ન વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ તકે સુંદરગઢ, માયાપુર, સૂર્યપરના સનદના પ્રશ્નોનું નિરાકરણ કરવા તાકીદ કરી હતી. તેમજ હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા પીજીવીસીએલ વિભાગને સુચના આપી હતી.
આ ઉપરાંત સી.એમ. ડેસ્ક બોર્ડ પર મુકાયેલા પ્રશ્નો જેવા કે, માળિયા-હરીપર રોડ પરના બેઠા પુલના રીપેરીંગની કામગીરી, ટંકારામાં ઓવર બ્રીજની અધુરી કામગીરી, નટરાજ ફાટક પાસેના ખાડા અને હોર્ડિંગ હટાવવા વગેરે પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી. વધુમાં રાણેકપર એપ્રોચ રોડ, મયુરનગર-રાયસંગપર પુલ, દિઘડિયા-સરા રોડ પુલ તેમજ કુડા-ટીકર રોડ પરના પૂલ સંબંધિત સમસ્યાઓ ઝડપી નિવારવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એમ.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી એન.વી.રાલિયા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન.ચૌધરી, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા તેમજ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ વગેરે સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...