Sunday, September 8, 2024

દેશમાં કોરોનાની ગતિ ફરી બેકાબૂ, પાંચ મહિના પછી એક દિવસમાં ચોંકાવનારા કેસ સામે આવ્યા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશમાં કોરોનાની ગતિ ફરી એકવાર બેકાબૂ બની ગઈ છે. પાંચ મહિના પછી ફરી એકવાર દેશમાં એક દિવસમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. 20 ઓક્ટોબર 2020 માં છેલ્લી વખત દેશમાં એક જ દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 53,364 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 251 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લે 23 ઓક્ટોબર 2020 ના રોજ એક જ દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા. તે દિવસે, એક જ દિવસમાં દેશમાં કોરોનાના 54,350 કેસ નોંધાયા હતા. ત્યાર પછી આજે એક જ દિવસમાં 50 હજાર નવા કેસ આવ્યા છે. ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ, છત્તીસગઢ અને ચંદીગઢમાં કેસ વધી રહ્યા છે જે ચિંતાનો ગંભીર વિષય છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ કોરોના વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. દેશમાં કુલ ત્રણ ટકા સક્રિય કેસ છે અને તેમાંના મોટા ભાગના મહારાષ્ટ્રના નવ જિલ્લા અને કર્ણાટકના એક જિલ્લામાં સીમિત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 1 કરોડ 17 લાખ 87 હજાર 534 કેસ નોંધાયા છે. જો કે, આમાંથી 1 કરોડ 12 લાખ 31 હજાર 650 લોકો કોરોનાથી સાજા થયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 3 લાખ 95 હજાર 192 થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી 1 લાખ 60 હજાર 692 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 23.75 કરોડથી વધુ લોકોના કોરોનાના ટેસ્ટ થઇ ચુક્યા છે. દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 5 કરોડ 31 લાખ 45 હજાર 709 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા એક દિવસમાં 23,03,305 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર