Friday, March 29, 2024

IPL 2021 માટે ચેન્નઈ સુપર કિંગ્સની નવી જર્સી આવી સામે, આ છે તે જર્સીની ખાસ બાબત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ચેન્નઈ સુપર કિંગ્સએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી સીઝન પહેલા તેની નવી જર્સી લોન્ચ કરી છે. 9 એપ્રિલથી શરૂ થનારી લીગની 14મી સીઝન માટે સીએસકેએ બુધવારે તેની નવી જર્સી લોન્ચ કરી હતી. આ વખતે સીએસકેની જર્સી ખાસ છે, કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીની અધ્યક્ષતાવાળી ટીમે તેની નવી જર્સીમાં ભારતીય સૈન્યને સન્માન આપવા તેનો કૈમોફ્લેજનો પણ સમાવેશ કર્યો છે. ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ટીમની નવી જર્સી લોન્ચ કરી, જેનો વીડિયો સીએસકેએ તેના ઇન્ટરનેટ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કર્યો. હંમેશની જેમ, ચેન્નઈની જર્સી પીળી છે, પરંતુ તે જર્સીમાં ખભા ઉપર ભારતીય સેનાનો કૈમોફ્લેજ પણ ઉમેરવામાં આવ્યો છે. સીએસકેએ નવી જર્સીના લોન્ચ સમયે આ અંગેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમે વર્ષ 2008 માં પહેલી આવૃત્તિ બાદ ફરી તેની જર્સીની નવી ડિઝાઇન બનાવી છે. સીએસકેના સીઈઓ કે.એસ. વિશ્વનાથને આ વિશે જણાવ્યું હતું કે, “સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ અને નિ:સ્વાર્થ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાની તરકીબોને શોધવા માટે થોડો સમય પહેલા જ આ અમારા મગજમાં હતું.” આ જ કારણ છે કે સીએસકેએ આ સમયે તેની જર્સીમાં આર્મીની છદ્માવરણનો ઉપયોગ કર્યો છે. ” આ સાથે જ, સીએસકેની માલિકીની કંપની ઇન્ડિયા સિમેન્ટ્સે પણ 75 વર્ષ પૂરા થવાને કારણે તેની જર્સીમાં ફેરફાર કર્યો છે.

મહત્વનું છે કે, એમએસ ધોનીની અધ્યક્ષતાવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે 2010, 2011 અને 2018 માં આઈપીએલનું ટાઇટલ જીત્યુ છે. 11 વખત આઈપીએલની સીઝન રમીને 10 વખત પ્લેઓફમાં પહોંચનાર ચેન્નાઈ સુપર કિંગ્સ આઠ વખત ફાઇનલ પણ રમી ચૂકી છે, પરંતુ ટીમ ગયા વર્ષે યુએઈમાં રમાયેલી આઈપીએલની પ્લે ઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ હતી.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર