આધુનિકીકરણની દિશામાં ગુજરાત પોલીસે કરી આગેકૂચ.ગુજરાત સરકાર દ્વારા પોલીસકર્મીઓ અને નાગરિકો વચ્ચે ભ્રષ્ટાચાર પર નજર રાખવા અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રદીપસિંહ જાડેજા (ગૃહ રાજ્યમંત્રી) પોલીસ જવાનોના ગણવેશ પર બોડી વોર્ન કેમેરા લગાવીને ગુજરાત પોલીસને આગળ વધારવામાં એક પગલુ આગળ વધી ચૂક્યા છે. ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરાનું ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરાયું લોકાર્પણ કરાયું. ગુજરાત પોલીસને ત્રીજા નેત્ર તરીકે બોડી વોર્ન કેમેરા મળ્યા. ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. સમગ્ર રાજ્યમાં 50 કરોડના ખર્ચે 10 હજાર કેમેરા કાર્યરત થશે. બોડી વોર્ન કેમેરાથી પોલીસ-પ્રજામાં શિસ્તનો સંચાર થશે. ટેકનોલોજીના નૂતન ઉપયોગના પગલે ગુનેગારોને પકડવાનું સહેલું બનશે. રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદમાં ગુજરાત પોલીસને 10 હજાર “બોડી વોર્ન કેમેરા”ના લોકાર્પણના કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું કે,’ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.’ આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ‘બોડી વોર્ન કેમેરા’ની ઉપયોગિતા વર્ણવતા મંત્રીશ્રીએ કહ્યું કે, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકાશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથો સાથ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડશે. ગુજરાત સરકારે લોકરક્ષકથી માંડીને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના સંવર્ગમાં 30,419 યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદો અને વ્યવસ્થા માટે રૂ.7,960 કરોડની ફાળવણી કરી છે. પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં શાંતિ અને સલામતી માટે કરવામાં આવેલા કાનૂન-સુધારાની વિગતો આપતા કહ્યું કે, બહેન અને દીકરીઓની સલામતી માટે રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં સુધારો કરી ગુનેગારોને નશિહત કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.રાજ્યના પોલીસતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વ્યાપક બનાવાયો છે. આ પ્રસંગે ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા – આશિષ ભાટીયા, કાયદો વ્યવસ્થા અને પોલીસ મોર્ડનાઈઝેશનના એડિશનલ ડીજીપી હજાર રહ્યા હતા.
ભ્રષ્ટાચાર પર લગાવવામાં આવશે લગામ 10 હજાર સૈનિકો બોડી વોર્ન કેમેરાથી સજ્જ.
વધુ જુઓ
મોરબીના ત્રાજપર ખારીમા પિતા પુત્ર પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ ત્રાજપર ખારીમા આરોપી મહિલાના દિકરાને ગાળો આપતો હોય જેથી ઠપકો આપવા જતાં આરોપીએ મહિલાના પતિ તથા દિકરાને ગાળો આપી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ત્રાજપર...
મોરબી જિલ્લાના 10 માંથી 09 ડેમ ઓવરફ્લો; નદીઓ બે કાંઠે વહેતી થઈ
મચ્છુ-૨ ડેમના ૧૬ ગેટ ૧૫ ફૂટ અને ૬ ગેટ ૭ ફૂટ ખોલાયા; નદીમાં અંદાજીત ૧.૮૯ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
મોરબી રીજનલ...
સોના – ચાંદી સાચવવા કે પશુઓને ? ખાખરેચી ગામેથી બે મોંઘીદાટ ભેંસો તસ્કરો ઉઠાવી ગયા
માળીયા (મી): મોરબી જિલ્લામાં હવે દુધાળા પશુઓને લઈ પણ પશુપાલકોની ચિંતા વધી ચૂકી છે. જિલ્લામાં લોકોએ ઘરમાં ઘરેણાં અને રોકડ સહિત કિંમતી ચિજ વસ્તુઓ સાચવવા સાથે હવે પશુઓને પણ તસ્કરોથી બચાવવા માટે ઉજાગરા કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. માળીયા તાલુકાના ખાખરેચી ગામે એક પશુપાલકના વાડામાંથી તસ્કરો બે ભેંસોને...