Saturday, April 27, 2024

નિર્ણય : IDBI બેંક બનશે પ્રાઇવેટ બેંક, મંત્રીમંડળની મંજૂરી, શેરમાં તીવ્ર ઉછાળો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મંત્રીમંડળે આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ આઈડીબીઆઈ બેંકનો હિસ્સો પસંદગીના રોકાણકારને વેચવા અનેબેંકનું સંચાલન તેને સોંપવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આઈડીબીઆઈ બેન્કમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસીનો કુલ હિસ્સો 94 ટકાથી વધુ છે. ત્યારબાદ આજે આઈડીબીઆઈ બેન્કના શેરમાં તીવ્ર વધારો થયો હતો.

આઈડીબીઆઈ બેંકના શેરમાં તીવ્ર ઉછાળો
સવારે 11.47 વાગ્યે તે 2.60 પોઇન્ટ (6.85 ટકા) વધીને 40.55 પર ટ્રેડ કરી રહ્યો હતો. આગલા ટ્રેડિંગ દિવસે તે ૩૭.૯૯ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે ૧૫ ટકા ઊછળીને ૪૩.૫૦ પર પહોંચી ગયો હતો. હાલ બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન 435.69 અબજ રૂપિયા છે.

પાંચ વર્ષ પછી બેંક નફામાં
જાણવા મળ્યું છે કે આઈડીબીઆઈ બેંક પાંચ વર્ષ પછી નફામાં આવી ગઈ છે. બેંકે 31 માર્ચ, 2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ.1,359 કરોડનો નફો કર્યો હતો. જયારે એક વર્ષ પહેલા નાણાકીય વર્ષ 2019-20માં 12,887 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

એલઆઈસી 49.21 ટકા શેર ધરાવે છે
એલઆઈસી બેંકના ૪૯.૨૧ ટકા શેર તેમજ તેના પ્રમોટરની માલિકી ધરાવે છે અને બેંકના સંચાલન પર તેનો અંકુશ છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આઈડીબીઆઈ બેંકના વ્યૂહાત્મક વેચાણને મંજૂરી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ની સલાહ થી નિર્ણય લેવામાં આવશે કે આ બેંકમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસીનો કેટલો હિસ્સો વેચવો જોઈએ.

આ સરકારનું લક્ષ્ય છે.
ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં કેટલીક જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી)નું પણ ખાનગીકરણ કરવામાં આવશે. બજેટનો ઉદ્દેશ ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી ૧.૭૫ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે.

એઆઈબીઇએ સરકારના નિર્ણયનો વિરોધ કરે છે
જોકે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઇબીઇએ)એ આઇડીબીઆઈ બેંકનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. યુનિયને કહ્યું કે સરકારે બેંકના મૂડી હિસ્સાનો ૫૧ ટકા હિસ્સો જાળવી રાખવો જોઈએ. બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંક મુશ્કેલીમાં છે કારણ કે કેટલાક કોર્પોરેટ ગૃહોએ તેની લોન પરત ન કરીને તેની સાથે છેતરપિંડી કરી હતી. આથી લોન ન ચૂકવનારા ઋણધારકો સામે પગલાં લેવા અને નાણાં વસૂલ કરવા સમયની માંગ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર