Wednesday, May 15, 2024

અંબાજીની જનરલ હોસ્પિટલના એમ.ડી ડોક્ટર સેવાના બદલે કોરોનાના ડરથી છુપાઈને બેઠા ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સામે લડવા માટે સરકારી તંત્રએ અને સ્વયંસેવકો બધાએ કમર કસી છે ત્યારે કેટલાક અધિકારીઓ આ બધી મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છે જાણવા મળતી માહિતી મુજબ અંબાજી અને આજુબાજુના વિસ્તારમા મોટાભાગે આદિવાસી પ્રજા રહે છે ત્યારે આ વિસ્તારોમાં આવેલ સરકારી હોસ્પિટલમાં અંબાજી મંદિરના સહયોગથી 50 બેડ ની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવેલ છે અને અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડા સાહેબની અથાગ મહેનતથી 30 ઓક્સિજન વાળા બેડ બનાવવામાં આવ્યા છે અને અંબાજી મંદિર ટ્રસ્ટની ગાડીઓ દિવસ રાત ઓક્સિજન માટે દોડીને મુશ્કેલીના સમયમાં બનતી બધી જ સેવાઓ કરી છે. આવા સમયે આ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના એમડી ડોક્ટર અગમ્ય કારણોસર કોવીડ સેન્ટર ચાલુ થયું ત્યારથી જ ગેરહાજર છે આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને પૂછતા જાણવા મળેલ કે એમડી સાહેબ મેડિકલ રજા ઉપર છે ત્યારે મુખ્ય સવાલ એ છે કે જ્યારે સમગ્ર તંત્ર આ મુશ્કેલીના સમયમાં ખડે પગે સેવામાં તત્પર હોય છે ત્યારે આ બેજવાબદાર એમડી કયા કારણોસર ગેરહાજર રહ્યા. હવે જો ખરેખર તેઓ બીમાર હોઇ મેડિકલ રજા લીધેલ હોય તો જે એમડી પોતે ૨૦ દિવસથી પોતાનો ઇલાજ ન કરી શકતા હોય તો તેઓની એમડી તરીકેની લાયકાત પણ શંકાના દાયરામાં આવી જાય તેમ છે અને કદાચ આ એમડી સાહેબ પોતે કોરોનાના ડરથી રજા મૂકીને તો નથી છુપાઈ રહ્યા ? આવો પ્રશ્ન અંબાજીમાં ચર્ચાના ચકડોળે ચડેલો છે. એમડી પોતે બીમાર છે તો લોકો તેમના સારા ઇલાજની અપેક્ષા કઈ રીતે કરી શકે ? મંદિરના વહીવટદાર ચાવડા સાહેબ ખડે પગે રાત દિવસ જોયા વગર સેવા કરે છે તો અન્ય અધિકારીઓ કેમ એમનું અનુકરણ નથી કરતાં ? કોરોના કાળમાં મેડિકલ સ્ટાફની અછત છતાં અંબાજી હોસ્પિટલમાં ડોક્ટરને ફરજમાં હાજર રહેતા કયો ગ્રહ નડે છે ? આવા પ્રશ્નો ઊભા થાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર