Monday, September 9, 2024

શું તેમ સ્ત્રીઓને થતાં સર્વાઇકલ કેન્સર વિશે જાણો છો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શું તમે જાણો છો કે સર્વાઈકલ કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં કેન્સરના મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે. પરંતુ તે કેન્સરનો એક એવો પ્રકાર પણ છે કે જેનું સમયસર નિવારણ અને સારવાર બંને શક્ય છે. જો કે, સ્ત્રીઓ સામાન્ય રીતે આ રોગ વિશે જાગૃત નથી. આંકડા મુજબ વાત કરીએ તે સમયસર સારવારના અભાવને કારણે, આ કેન્સર 15 થી 44 વર્ષની વયની સ્ત્રીઓમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ બની રહ્યું છે.

સર્વાઇકલ કેન્સર એટલે શું ?

સર્વાઇકલ કેન્સર ત્યારે થાય છે જ્યારે ગર્ભાશય સર્વિક્સ (પ્રવેશદ્વાર) ના અસ્તરમાં કોષો અસામાન્ય વિકાસ પામે છે જે નીચલા ગર્ભાશયની ગરદન અથવા સાંકડો ભાગ છે. નાની ઉંમરે વધારે સેક્સ માણવું અથવા સેક્સ્યુઅલી એક્ટિવ રહેવું એ સર્વાઇકલ કેન્સર થવાની સંભાવના વધારે છે. કેન્સરના લક્ષણોની સમયસર જાણ થતાં વધુ જીવિત રહેવાની સંભાવના વધી જાય છે. સર્વાઇકલ કેન્સરના સામાન્ય લક્ષણોમાં પેલ્વિક પીડા, યોનિમાંથી દુર્ગંધિત સ્રાવ, પીરિયડ્સ પહેલાં અને પછી રક્તસ્રાવ અને જાતીય પ્રવૃત્તિ દરમિયાન વધુ પડતી મુશ્કેલી જેવા વગેરેનો સમાવેશ થાય છે. સર્વાઇકલ કેન્સરના ઉપચારના વિકલ્પોમાં સર્જરી, રેડિયોથેરાપી, કીમોથેરાપીનો સમાવેશ થાય છે. સર્વાઇકલ કેન્સરના લગભગ તમામ કિસ્સાઓ હ્યૂમન પૈપિલોમાવાયરસ (એચપીવી) દ્વારા થાય છે. આ એક સામાન્ય વાયરસ છે જે જાતીય સંભોગ દરમિયાન એક વ્યક્તિથી બીજામાં જઈ શકે છે.

નોંધ : લેખમાં જણાવેલ સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે લેવા જોઈએ નહીં. જો તમને કોઈ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર