શહેરમાં ધુળની ડમરીઓ ઉઠી; મોરબીના સામા કાંઠા વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ
મોરબી: સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરબાદ મોરબી શહેરના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધુળની ડમરીઓ ઉડી હતી. અને મોરબીના સામા વિસ્તારમાં જોરદાર વરસાદ વરસવાનો શરૂ.
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા.૧૩ થી ૧૬ મેં સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે બપોરબાદ મોરબી શહેરના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધુળની ડમરીઓ ઉઠી હતી અને ત્યારબાદ મોરબીના સામા કાંઠે વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ થયો છે. તેમજ વાતવરણમાં પલટો આવતાં ગરમીથી લોકોને રાહત મળિ હતી અને આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ છે.