Monday, September 9, 2024

ગુજરાત બજેટ 2021-22 : ગુજરાતના ઇતિહાસ નું સૌથી મોટું બજેટ રજૂ કરાયું, જાણો કેટલા કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતના ઇતિહાસ નું સૌથી મોટું બજેટ નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરાયું. વર્ષ 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડ નું બજેટ રજૂ કરાયું.આ સાથે જ ગુજરાતના ધારાસભ્યો માટે મોટી જાહેરાત, નવું નિવાસ્થાન બનાવાશે સરકાર રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029 કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ અને લૉકડાઉનને કારણે સરકારની આવકમાં માતબર ઘટાડો થવાને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ મને સહયોગ આપ્યો છે. પીએમ મોદીએ રસી લઈને દેશવાલીઓને પ્રેરણા આપી છે.

કૃષિ વિભાગ માટે રૂ.7232 કરોડની જોગવાઇ, બિયારણ અને અનાજ સંગ્રહ માટે સરકારની યોજના, 4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે
આત્મનિર્ભર અંદાજપત્ર : જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની કરાઇ જોગવાઇ
એગ્રિ અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી
ફૂડ પ્રોસેસિંગ યુનિટને એકમ દીઠ રૂ.10 લાખની સહાય અપાશે
કૃષિ બજાર વ્યવસ્થા માટે 84 કરોડની જોગવાઈ
બાગાયાતી યોજના માટે 442 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગ માટે 11185 કરોડની જોગવાઈ
શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ માટે 2656 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા માટે 3974 કરોડની જોગવાઈ
કૃષિ યુનિવર્સિટી માટે 692 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા માટે 3974 કરોડ રૂપિયાની જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડ રૂપિયા ની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4353 કરોડ રૂપિયા ની જોગવાઈ
પંચાયત અને ગ્રામ્ય વિકાસ માટે 8796 કરોડ રૂપિયાની જોગવાઈ
અધિજાતી વિકાસ માટે 2656 કરોડ રૂપિયા ની જોગવાઈ
શહેરી વિકાસ માટે13493 કરોડ રૂપિયાની ફાળવણી
શ્રમિક કલ્યાણ અને રોજગાર માટે 1502 કરોડ રૂપિયાની જોગવાઈ
માર્ગ અને મકાન માટે 11185 કરોડ રૂપિયાની જોગવાઈ
કલાઈમેન્ટ ચેન્જ માટે 910 કરોડ રૂપિયાની ફાળવણી
ઉધોગ અનેખાણ માટે રૂપિયા6500 કરોડ ની જોગવાઈ
જળસંપત્તિ માટે 5 હજાર 494 કરોડની જોગવાઈ
શિક્ષણ માટે 32 હજાર 719 કરોડ ની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડ ની જોગવાઈ
કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ
વન પર્યાવરણ માટે 1814 કરોડ રૂપિયાની જોગવાઈ
અન્ન અને નાગરિક પુરવઠા માટે 1224 કરોડ રૂપિયાની જોગવાઈ
કાયદો અને વ્યવસ્થા માટે ગૃહ વિભાગ ને 7960 કરોડ રૂપિયાની ફાળવણી
મહેસુલ વિભાગના ફાળે 4548 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે563 કરોડ રૂપિયાની જોગવાઈ
રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે 507કરોડ રૂપિયાની જોગવાઈ
કાયદા વિભાગ માટે 1698 કરોડ રૂપિયાની ફાળવણી
માહિતી અને પ્રસારણ માટે 168 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ
સામાન્ય વહીવટી માટે 1730 કરોડ રૂપિયાની જોગવાઈ
શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
મહિલા બાળ વિકાસ માટે 3511 કરોડની જોગવાઈ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર