હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઇ ડાંગર તળાવે કપડાં ધોતાં હતાં ત્યાં ઘાટ ઉપર પોતાની દિકરી ખુશી ઉમર ૫ માસ વાળીને સુવડાવેલ અને ઘાટ નજીકમાં પાણી હોય અને જાહેર કરનારનું ધ્યાન ન રહેતાં માસુમ બાળકીનું પાણીમાં પડી ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
