કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરએ વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમાની માંગ અનેક ગણી વધી ગઈ છે. જોકે એ હિસાબે નિષ્ણાતોનું કહેવું છે કે માંગની તુલનાએ ડોનેશન ઓછું છે. સ્વાસ્થ્ય સચિવાલયે જણાવ્યું હતું કે માર્ચ-મે 2020 વચ્ચે કુલ 28 લોકો પર પ્લાઝમાનો ઉપયોગ કર્યો હતો, જોકે આશરે ડોનેશન કરનારા લોકોની અંદાજિત સંખ્યા 200 હતી. માર્ચ-મે 2021માં ઓછામાં 8597 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા, જેનાથી 16494 લોકો લાભ લઈ ચૂક્યા છે. પહેલાંની તુલનાએ બીજી લહેરમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોમાં 4200%નો વધારો થયો છે. જોકે પ્લાઝમાનો ઉપયોગ કરનારા લોકોમાં 58800%નો વધારો થયો છે. રાજ્યનાં ચાર મહાનગરમાં આવેલી સરકારી હોસ્પિટલોથી માહિતી મેળવી પ્લાઝમાની સ્થિતિ જાણી હતી. એમાં સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ, સ્મિમેર હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, લાઇફ અને એસવીવીપી, વડોદરાની જલારામ, ઈન્દુ બ્લડ બેન્ક, એએસજી અને અમદાવાદની રેડક્રોસથી માહિતી એકઠી કરી હતી.
ગુજરાત સરકારે મ્યુકરમાયકોસીસ રોગ એટલે કે કોરોનાથી સાજા થતાં લોકોમાં કાળી ફૂગના વધતા જતા રોગને ધ્યાનમાં લઈને હોસ્પિટલોમાં વિશેષ વોર્ડ સ્થાપવાનું શરૂ કર્યું છે. વળી, સરકાર ઇન્જેક્શનનાં પાંચ હજારડોઝની ખરીદી કરી રહી છે જેનો ઉપયોગ આ દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં આ રોગના સોથી વધુ કેસ નોંધાયા છે. દર્દીઓ અંધત્વ સિવાયના ગંભીર લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર હાલમાં અમદાવાદની જિલ્લા હોસ્પિટલમાં 19 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ હોસ્પિટલમાં બ્લેક ફંગસના દર્દીઓ માટે પ્રત્યેક 60 બેડના બે વોર્ડ સમર્પિત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને અન્ય ઘણા જિલ્લાઓમાં બ્લેક ફંગસના દર્દીઓ માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં સરકારે આ માહિતી આપી છે.



 
                                    




