મંગળવારે યોજાયેલ વર્ચુઅલ સમિટમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત ભારત કાબુલની નદી પર શેતૂર ડેમ બનાવશે, જેના દ્વારા લોકોને પીવાના પાણીથી સિંચાઇ માટે સરળ રીતે પાણી મળી શકશે. આ માટે ભારત-અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાનોએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અમને આનંદ છે કે શેતૂર ડેમના નિર્માણથી કાબુલના લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી મળશે’. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ પણ આ કરાર પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “આ શેતૂર જળાશયથી આપણી કુદરતી સૌંદર્યને પુન:સ્થાપિત કરવાના અમારા લક્ષ્યને પૂર્ણ કરી શકશું.” હું રસી સાથે પાણીની આ ભેટ બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનું છું. વડા પ્રધાન મોદીએ કહ્યું, “ભારત-અફઘાનિસ્તાન છેલ્લા લગભગ બે દાયકાથી વિકાસના મુખ્ય ભાગીદારોમાંનું એક છે, અમારી યોજનાઓ કૃષિ, આરોગ્ય, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મિત્રતાને વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા મજબૂત બનાવવામાં આવી છે. આ મિત્રતા, આ નિકટતા કોરોના રોગચાળા વચ્ચે જોવા મળી હતી. પછી ભલે તે દવાઓ હોય કે પી.પી.ઇ. કીટ અથવા ભારતમાં બનાવવામાં આવતી રસીનો પુરવઠો, અફઘાનિસ્તાનની જરૂરિયાત આપણા માટે મહત્ત્વની રહી છે અને રહેશે.” વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મંગળવારે હાજરી આપી હતી અને વર્ચુઅલ સમિટ યોજી હતી. આ વર્ચુઅલ મીટિંગમાં બંને દેશોના ટોચના નેતાઓ ઉપરાંત ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેમના અફઘાન સમકક્ષ મોહમ્મદ હનીફ અતમર પણ હાજર રહયા હતા.
શેતૂર ડેમ અંગે ભારત-અફઘાન વચ્ચે થઇ સમજૂતી, રાષ્ટ્રપતિ ગનીએ કહ્યું કે પીએમ મોદીનો આભાર.
વધુ જુઓ
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ...
મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ
લાખો લોકોની રોજગારી પર સીધી અસર
ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક...
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા
લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.
તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે...