Wednesday, March 29, 2023

ઓસ્ટ્રેલીયામાં ભારતીય ખેલાડીઓ ખાધુ કંઈક એવું કે તમામ ચાહકો સોશિયલ મીડિયામાં તેમના પર ભડક્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રોહિત શર્મા પોતાના 4 સાથી ખેલાડીઓ સાથે રેસ્ટોરાંમાં ડિનર માટે ગયો હતો. સાઈડમાં રેસ્ટોરાંના બિલની કોપી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Chakravatnews

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓના રેસ્ટોરાંમાં જમવા પર વિવાદ થયો છે. આ દરમિયાન નવલદીપ નામના પ્રશંસકે તમામ ખેલાડીઓનું બિલ પણ ચૂકવ્યું, જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ફોટો હવે એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેના માટે તમામ ખેલાડીઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જે બિલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં બીફ અને પોર્કનો ઓર્ડર કરવામાં આવ્યું છે. આ બીફની વાનગીનું બિલ 21.80 ડોલર (અંદાજે 1600 રૂપિયા) હતું. આ અંગે યુઝર્સ બધા ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- શર્માજીનો છોકરો પણ બીફ ખાય છે.

નવલદીપે ફોટામાં બિલની અડધી કોપી પર હાથ રાખ્યો હતો, જે તમામ ખેલાડીઓનું બિલ ચૂકવ્યા પછી શેર કરવામાં આવ્યો હતો. એક યુઝરે તેના પર લખ્યું – અચ્છા એટલે બિલ છુપાવ્યું છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું- તમારો વડા પાવ કિંગ હવે બીફ ખાઈ રહ્યો છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર