હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ આંદોલનનો સમર્થન ઘણા લોકો કરી રહ્યા છે તેમજ ખેડૂતોના હિતમાં તેઓ પણ આંદોલનમાં જોડાયા હતા. આ મુદ્દો હવે રાજકોટ સુધી પહોંચી ગયો છે. વિપક્ષી નેતાઓ દ્વારા ખેડૂતોને સમર્થન આપાઈ રહ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી કાયદાના વિરોધ માં ધરણા પર બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગેની જાહેરાત કરવામાં આવતા જ પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ મા ઈન્દ્રનિલ રાજ્યગુરુ, વશરામભાઇ સાગઠીયા તેમજ બીજા કોંગ્રેસી કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી.
જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?
વધુ જુઓ
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ
મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ; જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી
મોરબી: મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યુવા મહિલા કલ્યાણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા ૨૩ વર્ષની સુશાસનની...
હળવદ : તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની ઉજવણી કરાઈ
હળવદ: જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન હળવદ દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની હળવદ પે.સે.શાળા નંબર 4 ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના મુખ્ય વિષય અન્વયે હળવદની વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી 94 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને 47...
ચક્રવાત ન્યૂઝના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો
મોરબી : ચક્રવાત ન્યૂઝ ના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા સાદગી પૂર્ણ રીતે મહાપ્રસાદ યોજતા પત્રકાર સંજયભાઈ વાધડીયા અને યોગેશભાઈ રંગપડીયા
મોરબીના લોક પ્રશ્નોને સતત વાંચા આપતાં અને સત્ય માટે સત્ય સાથે સતત ના સ્લોગન સાથે ચાલતા ચક્રવાત ન્યુઝના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા...