Monday, October 7, 2024

વાંકાનેરનો કડિવાર મોહંમદનાશીર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ૨૧ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાને….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેરની ગુલશન પાર્ક સોસાયટી ખાતે રહેતા કડિવાર મોહંમદનાશીર વલીમામદભાઈ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અન્ડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં સમગ્ર યુનિવર્સિટીમાં અધધ ૨૧ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવી વાંકાનેર તાલુકા, મુસ્લિમ સમાજ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે…

ગત ૬ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧૬ માં એન્યુઅલ ફંકશનમાં વાંકાનેરના કડિવાર મોહંમદનાશીર વલીમામદભાઈએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર (મોટા ભંડારીયા, અમરેલી) માં અભ્યાસ કરી બી.એસ.સી. એગ્રીકલ્ચર વિષયમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન સાથોસાથ રેકોર્ડ બ્રેક ૨૧ ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ વિદ્યાર્થી બની વાંકાનેર વિસ્તાર, મુસ્લિમ સમાજ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે જ તેણે રેકોર્ડ બ્રેક 9.02 CGPA મેળવ્યા છે. કડિવાર મોહંમદનાશીરની સિધ્ધિ બદલ તેને સમગ્ર ચક્રવાત પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન….

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર