Thursday, May 30, 2024

વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઇકાલ રાત્રે વાંકાનેર શહેર તથા તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની મીટીંગ મળી હતી જેમાં સમાજના સંગઠન તથા પ્રમુખપદની નિમણૂકનો કરવામાં આવી હતી….

કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મસમાજના આગેવાન જીતુભાઈ મેહતા, સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના આગેવાન ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, હસુભાઈ પંડ્યા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝાની નિમણુક કરવામાં આવી હતી. જેમનું હાજર મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે વાંકાનેર બ્રહ્મસમાજ તેમજ ગાયત્રી શક્તિપીઠના અશ્વિનભાઈ રાવલ, ઔદિચ્ય બ્રહ્મસમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ, બ્રહ્મસમાજના યુવા અગ્રણી તેજસ જાની, ધમા મહારાજ, મેહુલભાઈ, બાબુભાઈ રાજગોર, મોહનભાઈ રાજગોર, પ્રશાંતભાઈ ઉપાધ્યાય, પ્રમોદભાઈ અત્રી, રાજુભાઈ રાવલ, શૈલેષભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સમાજના પ્રશ્નો, સંગઠન તથા હોદેદારોની નિમણૂક સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા માટે ભરતભાઈ ઓઝાએ જહેમત ઉઠાવી હતી..

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર