Monday, September 9, 2024

જાણો શા માટે આજે નેશનલ સ્ટોક એક્સચેંજ પર ટ્રેડ અટક્યો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બુધવારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં તકનીકી ખામી હોવાને કારણે વેપારમાં મુશ્કેલી જોવા મળી હતી. ટ્વિટર પર છૂટક રોકાણકારો તેમની ફરિયાદો નોંધાવી રહ્યા હતા કે તકનીકી સમસ્યાઓના કારણે તેમને લાંબા સમયથી એક જ ઈન્ડેક્સ પ્રાઇસ દેખાઈ રહ્યો હતો તાજેતરના અહેવાલો અનુસાર NSE એ સવારે 11:40 વાગ્યે ફ્યુચર એન્ડ ઓપ્સન માર્કેટ સહિતના તમામ સેગમેન્ટોને બંધ કરી દીધા છે. NSE એ કહ્યું હતું કે બજારને ફરીથી ખોલવા માટે જલ્દી જ એક નવું અપડેટ બહાર પાડવામાં આવશે. સ્ટોક એક્સચેંજ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટેલિકોમ કડીમાં તકનીકી સમસ્યાઓના કારણે NSE સિસ્ટમો પ્રભાવિત થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર અગાઉની જેમ ટ્રેડિંગ ચાલી રહ્યું છે. વિદેશી બજારોમાં યુએસ ચલણમાં નરમાઇના કારણે સ્થાનિક આંતર-બેંકિંગ વિદેશી વિનિમય બજારમાં બુધવારે ડોલર સામે રૂપિયો 14 પૈસા વધીને 72.32 પર પહોંચી ગયો છે. વૈશ્વિક બજારોમાં વિશ્વની અન્ય ચલણો સામે ડોલરમાં નરમાઇ અને સ્થાનિક શેર બજારોમાં તેજીની શરૂઆતથી રૂપિયાને ટેકો મળ્યો હતો. દિગ્ગજ શેરોની વાત કરીએ તો ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બીપીસીએલ, શ્રી સિમેન્ટ અને હીરો મોટોકોર્પના શેર આજે પ્રારંભિક કારોબાર દરમિયાન લીલા નિશાના સાથે ખુલ્યા હતા. તે જ સમયે, મારૂતિ, યુપીએલ, ઇન્ફોસીસ, એચડીએફસી અને ટેક મહિન્દ્રાના શેર લાલ નિશાન પર ખુલ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર