Saturday, April 20, 2024

મહારાષ્ટ્ર: હોમ આઇસોલેશન બંધ, જિલ્લાના નવા કોરોના દર્દીઓને હવે કોવિડ સેન્ટરમાં જવું પડશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મહારાષ્ટ્ર સરકારે કોરોના અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવે કોરોનાના નવા દર્દીઓને કોવિડ સેન્ટર જવું પડશે એટલે કે હોમ આઇસોલેશનની સુવિધા નાબૂદ કરવામાં આવી છે. વાસ્તવમાં, સરકારને માહિતી મળી રહી હતી કે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને કારણે કોરોના ઘણી જગ્યાએ ફેલાઈ રહ્યો છે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના એ જિલ્લાઓમાં હોમ આઇસોલેશનની સુવિધા બંધ કરવામાં આવી છે જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. કોલ્હાપુર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર,અકોલા, બુલઢાણા, વાશિમ, બીડ, ગઢચિરોલી, અહમદનગર, ઉસ્માનાબાદ જિલ્લામાં હોમ આઇસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, બીએમસીએ હોમ આઇસોલેશનની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, કેસ ઘટી રહ્યા હોવા છતાં સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ ઘણી વાર એવી ફરિયાદો મળી હતી કે હોમ આઇસોલેશનનું પાલન દર્દીઓ યોગ્ય રીતે અનુસરતા નથી, જેના કારણે તેમના પરિવારના સભ્યો તેમજ નજીકના લોકોને ચેપ લાગી રહ્યો છે, તેથી હવે બાકીના લોકોને ચેપથી બચાવવા માટે કોરોનાના નવા દર્દીઓને હોમ આઇસોલેશનની બદલે કોવિડ સેન્ટરમાં રહેવું પડશે.

હોમ આઇસોલેશન નાબૂદ કરવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનો ગ્રાફ નિચે જોવા મળી રહ્યો છે. હવે હોસ્પિટલો અને કોવિડ સેન્ટરો પરનું દબાણ ઓછું થઈ ગયું છે. તેથી જ હવે હોમ આઇસોલેશન દૂર કરવાનો અને નવા દર્દીઓને કોવિડ સેન્ટરમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,જયાં તેમની સંભાળ લેવામાં આવશે અને અન્યમાં ચેપનું જોખમ ઘટશે.

મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દરેક વયના લોકો માટે હોમ આઇસોલેશનની સુવિધા બંધ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, જેઓ પહેલેથી જ હોમ આઇસોલેશનમાં છે તેમને બહાર જવાની જરૂર નથી, પરંતુ હવે જે નવા કેસ સામે આવશે તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમને કોવિડ સેન્ટરમાં રહેવું પડશે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ કે જેઓ ગંભીર ન હતા તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી અને તેઓનું ઓક્સિજનનું સ્તર 95થી વધુ હતુ. આ પહેલા મહારાષ્ટ્રમાં 60થી 65,000 નવા કેસ સામે આવી રહ્યા હતા, જે હવે ઘટીને 20,000 થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે સરકાર પાસે ખાલી બેડની સુવિધા પણ છે. આ કારણે હોમ આઇસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર