મોરબી: માળિયા ભીમસર ચોકડી પાસે SMC નો દરોડો રૂ.1.63 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે
ટ્રક માંથી દારૂની 19068 બોટલ પકડી પાડવામાં આવી
માળિયા મીયાણા તાલુકાની ભિમસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલીંયમના પાર્કિંગમાથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડયો જેમાં વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા 1,63,51,160 ના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ SMC પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળિયા મીયાણા તાલુકાની ભિમસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલીંયમના પાર્કિંગમાથી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૦૭-જીડી-૨૮૫૨ વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ – 19068, કિંમત રૂપિયા 1,38,04,080 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 1,63,51,160 નાં મુદામાલ સાથે આરોપી વિક્રમસિંહ નારાયણ સિંહ ચૌહાણ રહે. નલબારી રાજસ્થાન તથા કમલ કિશોર પ્રેમરામ મારૂ રહે. રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય ચાર શખ્સ રમેશ લખમારામ જાટ રેસ- ગામ ચંડી તહસીલ રામસર જિલ્લો -બાડમેર , બલવીર સોહનદાસ જાટ રહે-નોહર ગામ હનુમાનગઢ રાજસ્થાન મ, જબ્બર બિશ્નોઈ રહે -સાંચોર રાજસ્થાન , અજ્ઞાત વ્યક્તિ (સમઢીયાળી ખાતે IMFL નો રીસીવર) ભટીંડા પંજાબ ખાતે IMFL લોડ કરવા માટે ડ્રાઈવર પાસેથી ટ્રક લેનાર અજાણ્યો વ્યક્તિ , ભટિંડા પંજાબ ખાતે ભરેલ ટ્રક ડ્રાઇવરને સોંપનાર અજાણ્યો વ્યક્તિ , ટ્રક રેગ નંબર RJ 07 GD 2852 ના માલિક વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.