ચંદ્રયાન-3 નું મિશન સફળ થતાં માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ અલગ જ અંદાજમાં ISRO ના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ માટે માથક પે સેન્ટર શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ISRO ના વૈજ્ઞાનિકોનો આભાર માનતા અને અભિનંદન પાઠવતા પત્રો લખ્યા હતા.
વિદ્યાર્થી દ્વારા વેસ્ટ પૂંઠામાંથી વિક્રમ લેન્ડરનું મોડલ બનાવવામાં આવ્યું હતું અને મિશન ચંદ્રયાન-3 ની સાથે જોડાયેલ વિવિધ ઇવેન્ટોના પોસ્ટરો પણ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકો દ્વારા THANK YOU ISRO અને CONGRATULATION ISRO ના એબીસીડીના અક્ષરો દોરી તેમાં ભારતના રાષ્ટ્રધ્વજના રંગો પુરી એબીસીડીના અક્ષરોની હારમાળા રચી ઈસરોના વૈજ્ઞાનિકો તથા મિશન સાથે જોડાયેલ તમામનો આભાર માનવાની સાથે સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા.
શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૬,૧૦, ૦૦૦ નો મુદામાલ વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર...
મોરબી: શિક્ષકોએ સમાજના ઘડવૈયા છે, શિક્ષકોનું કામ જીવંત વ્યક્તિત્વ સાથેનું છે, શિક્ષકોનું કુમળા છોડની જેમ બાળકોની દેખભાળ કરવાનું છે શિક્ષકો પોતાના સેવાકાળ દરમ્યાન બાળકોનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરે છે.
માતા-પિતા પોતાના પાંચ વર્ષના બાળકને શિક્ષકોના હાથમાં સોંપે છે, શિક્ષકો પણ બાળકોનું પોતાના બાળકની જેમ દેખરેખ રાખી લાલન,...