Thursday, November 7, 2024

માઇક્રોસોફ્ટની નવી ઑફિસની શરૂઆત નોઇડામાં થઈ, સૌંદર્યમાં તાજમહલ જેવી લાગે છે. જાણો શા માટે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માઇક્રોસોફ્ટ ઈન્ડિયાએ નોઇડામાં પોતાનું નવું ડેવલપર સેન્ટર બનાવ્યું છે જેનું નામ આઈડીસી છે. વિશેષ વાત એ છે કે સેન્ટરની શરૂઆત થતાં જ તે ભારે ચર્ચામાં રહ્યું. ભારતમાં માઇક્રોસોફ્ટનું આ ત્રીજું કેન્દ્ર છે. અગાઉ એક કેન્દ્ર બેંગ્લોરમાં અને બીજું કેન્દ્ર હૈદરાબાદમાં સ્થિત છે. પરંતુ નોઈડામાં બનેલું આ કેન્દ્ર લોકોમાં આકર્ષણનો વિષય બની ગયું છે. તે ડિઝાઇનની દ્રષ્ટિએ બરાબર તાજમહેલ જેવું લાગે છે અને તમને તેમાં જાળી પણ જોવા મળશે. આઇડીસીની તસવીર અને તેના વિશેની વિગતો માઇક્રોસોફ્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર પણ આપવામાં આવી છે. ડિઝાઇન જોયા પછી કોઈ કહી શકાય કે તેની ડિઝાઇન મોગલ અને ભારતીય સ્થાપત્યથી પ્રેરિત છે. તેમાં ગુંબજવાળી છત તમને તાજમહેલની અનુભૂતિ આપશે. તાજમહલની જેમ આ ઓફિસ પણ સફેદ પત્થરથી તૈયાર થયેલી છે. અને તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આટલું જ નહીં, આ ઑફિસને ઇકો ફ્રેન્ડલી પણ બનાવવામાં આવી છે અને તેમાં અંદર પ્રવેશતાની સાથે જ તેનું ઇન્ટિરિયર તમને પ્રભાવિત કરશે. તે ખાસ કરીને વીજળી અને પાણીના સંરક્ષણ અને ઓછા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ધ્યાનમાં લે છે. માઇક્રોસોફ્ટના આઈડીસી સેન્ટરના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કુમાર કહે છે કે, “નોઈડામાં આઈડીસી સેન્ટર ખોલવાનો મુખ્ય લક્ષ્ય દેશની પ્રીમિયમ ટેક અને મેનેજમેન્ટ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનો છે.” આ ઓફિસના બે ટકા ભાગમાં તમને હરિયાળી જોવા મળશે. વળી ઑફિસની અંદર તાજમહેલની મોટી તસ્વીર પણ રાખવામા આવી છે. માઇક્રોસોફ્ટના આઈડીસી સેન્ટરમાં ડિજિટલ ઇનોવેશનની કામગીરી કરવામાં આવશે. અહીં માઇક્રોસોફ્ટ ટીમ ડિજિટલ નવીનીકરણ માટેના ઉત્પાદન અને સેવા ક્ષેત્રે સહયોગ કરશે. આ સાથે, કેન્દ્ર ઉત્પાદકતા સાધનો, કૃત્રિમ બુદ્ધિ, ગેમિંગ વિભાગ, ક્લાઉડ અને એન્ટરપ્રાઇઝ જેવી સેવાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર