મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.
એમ.એસ.એમ.ઈ. માટે કેન્દ્ર સરકારે ૬૦૦૦ હજાર કરોડના ખર્ચે શરૂ કરેલી યોજનાની વાત કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ. આત્મનિર્ભર થશે તો મોરબી સિરામીક ઉદ્યોગ આત્મનિર્ભર થશે જેથી મોરબી, ગુજરાત અને ભારત આત્મનિર્ભર બનશે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે.
એક્સપોર્ટ પોલિસીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન ની ભુમિકા પર ચર્ચા અન્વયે મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીકના હાર્ડ સમા મોરબી-જેતપર-અણીયારી રસ્તાનું ટુંક સમયમાં ભુમી પૂજન કરાશે. બજેટમાં ડ્રોન ટેકનોલોજીમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, ગુજરાતના ૫૦૦ થી વધુ આઈ.ટી.આઈ.માં ૨૪ પ્રકારના ડ્રોન ટેકનોલોજીના કોર્સ ૧લી ઓગસ્ટથી શરૂ કરાશે. તથા બજેટમાં મોરબીના શ્રમિકોની આવાસ સુવિધા માટે શ્રમનિકેતન (લેબર હોસ્ટેલ) પણ મંજૂર કરાવી છે.
આ પ્રસંગે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ઔદ્યોગીક સાહસિકોને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવા અપીલ કરી ક્વૉલિટી ઉત્પાદન પ્રક્રિયા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના જનરલ ડાયરેક્ટર ડૉ. અજય સહાય, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વાઈસ પ્રેસિડન્ટશ્રી ખલીદ ખાન, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક ચેરમેનશ્રી નંદકિશોર કાગ્લીવાલ (વડોદરા), મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ વિશ્વનાથ શ્રીવાસ્તવ, જે.એમ. બિશ્નોઈ, કે.વી. મોરી, વિકાસ પ્રસાદ તેમજ ઔદ્યોગીક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક પર બે અજાણ્યા શખ્સો આવી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ઝુંટવી નાસી ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ...
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/ બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના માથક...