મોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર નાના- મોટા અકસ્માત થતા હોય છે ત્યારે ફરી એકવાર મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા પાસે કાર અક્સમાત સર્જાયો હતી જેમાં 2 યુવાનના મોત થયા હતા જયારે 2 યુવાનને ઈજા પહોચી હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ થી મોરબી તરફ બુઘવારે વહેલી સવારે આવી રહેલી જીજે 3ઈ આર 4200 નંબરની સ્વીફ્ટ કાર મીતાણા પાસે અચાનક બેકાબુ બની હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનામાં કારમાં સવાર 4 યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત યુવાનો પૈકી રોહિત કોળી અને જય ચાવડાનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે રૂપેશ ધોળકિયા અને ગોપાલ અગેચણીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મોરબી રાજકોટ હાઈવેનું ફોરલેન કામ લાંબા સમયથી ચાલે છે જેના કારણે ભૂતકાળમાં જીવલેણ અક્સમાત સર્જાઈ ચુક્યા છે.
મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા ટંકારા,વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે, નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન, મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે...
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ...