મોરબી: આગામી તહેવાર અને આવતી કાલના મેચ ને લઈને પોલીસ એક્શન મોડમાં
મોરબી: આગામી નવરાત્રી તેહવાર તથા આવતીકાલે ભારત પાકિસ્તાન મેચ સંદર્ભે પોલીસે ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે તથા આવતીકાલે ભારત પાકિસ્તાન મેચ સંદર્ભે આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ નવરાત્રી ના સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવેલ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરવામાં આવેલ વાહન ચેકીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ તથા નંબર પ્લેટ વગરના વાહનો તથા બુલેટ મોટરસાયકલ માં મોડીફાઇ સાઇલેશન ફિટ કરી ફટાકડા ફોડતા બુલેટ ચાલકો વિરુદ્ધ વાહનો ડિટેયન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નવરાત્રી ના તહેવાર નિમિત્તે દરરોજ આવા બુલેટ મોટરસાયકલ ચાલકો તથા રોમીયોગીરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.