મોરબીના સામા કાંઠેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો
મોરબી: મોરબીના સામા કાંઠે દરીયાલાલ પ્લાઝાની બાજુમાં જાહેરમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે દરીયાલાલ પ્લાઝાની બાજુમાં જાહેરમાં આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા (ઉ.વ.૫૨) રહે. હાઉસીંગ બોર્ડ, રામેશ્વર મંદિરની બાજુમાં મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિં.રૂ. ૧૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.