૯ માં વિશ્વ યોગ દિવસ અન્વયે મોરબી જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મન થી તંદુરસ્ત રહેવા માટે યોગ અને પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ’ થીમ સાથે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાંકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આપણું પરિવાર કાયમી યોગ કરતું થાય તે જરૂરી છે. આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર મોરબીમાં ૭૨ હજાર લોકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગને જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે નિર્ધાર કર્યો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ કલેકટર ડી.સી. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા તથા ગોસ્વામી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ સાથે પોલીસ જવાનો, પોલીસ કેડેટ્સ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...