મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની હાજરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક અન્વયે આંગણવાડીના મકાન ફાળવણી, ખેડૂતોને વળતર ચુકવણી, જમીન દબાણ, વૃદ્ધ નિરાધાર પેન્શન સહાય, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ અને હિરાસર એરપોર્ટ જવા માટે એ.સી. બસ શરૂ કરવી વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...