મોરબી: સાપર ગામે બે અલગ અલગ દુકાનો માંથી નશીલા શિરપ ની 976 બોટલ પકડી પડતી તાલુકા પોલીસ
મોરબીના સાપર ગામે પાન અને કિરાણાની દુકાનમાંથી લાખો રૂપિયાનો નશીલા શીરપનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ, શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાનની દુકાનમાંથી અને પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણાની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ, શ્રીરામ પ્લાઝા, પાસે આરોપી દીનેશભાઈ લાલજીભાઇ મેવાડા (ઉ.વ.૨૪)રહે. ખાખરેચી તા. મોરબીવાળની ડીલક્ષ નામની દુકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આયુર્વેદિક શીરપની અલગ અલગ બનાવટની કૂલ બોટલ નંગ-૧૩૬ કિં.રૂ.૨૦,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આરોપી વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા (ઉ .વ.૩૦) રહે. ત્રિલોકધામ મંદિરની પાછળ કુબેર સોસાયટી મોરબીવાળાની ક્રિષ્ના કિરાણા નામની દુકાનમાંથી નશીલા આયુર્વેદિક શીરપની કુલ બોટલ નંગ-૮૪૦ કિ.રૂ. ૧,૨૬,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
બંને દુકાનમાંથી મળેલ નશીલ આયુર્વેદિક શિરપની કુલ બોટલ નંગ – ૯૭૬ કુલ કિં રૂ. ૧,૪૬,૪૦૦નો મુદ્દામાલ શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ -૧૨૦ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.