મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં વ્યાજખોર યુવકને અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં આપી યુવક પાસેથી બળજબરી પૂર્વક કોરો ચેક લખાવી યુવક પાસે વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર યુવકે આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના ખરેડા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ ઉપર સેન્ટરવ્યુ એપાર્ટમેન્ટ ગૌતમ સોસાયટીમાં રહેતા રમેશભાઇ તળશીભાઈ ડઢાણીયા (ઉ.વ.૪૯) એ આરોપી મુકેશભાઈ ડાંગર રહે. કોયલી તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૦૧-૨૦૨૪ ના રોજ ફરીયાદીને આરોપીએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા ધીરી આ કામના ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક ફરીયાદીની સહી વાળા કોરા ચેકો લખાવી લઇ ફરીયાદી પાસે આરોપીએ વધુ રૂપીયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર રમેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૪,૫૦૪,૫૦૬(૨), તથા મનીલેન્ડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.