Tuesday, April 30, 2024

મોરબીનાં લાર્સન સિરામિકમાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહીનો લાખો રૂપિયાનો જથ્થો પકડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી-જેતપર રોડ, લાર્સન સીરામીકમાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-૧૬, ૫૦૦ કી.રૂ. ૧૧, ૫૫, ૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૧.૬૦,૫૦૦/- ના મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી-જેતપર રોડ બેલા ગામ પાસે આવેલ લાર્સન સીરામીક કારખાના અંદર અમુક ઇસમો ટ્રક ટેંકર નંબર- GJ-39- T-5238 વાળામાંથી બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06- AZ-7597 વાળામાં ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કાઢી હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે લાર્સન સીરામીકમાં રેઇડ કરતા મહેશભાઇ ઉર્ફે ભગવાનજીભાઇ અરજણભાઇ દેત્રોજા ઉ.વ. ૪૨ રહે. મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટી પંચાસર રોડ મુનનગર ચોક તા.જી.મોરબી મુળ ગામ કુંભારીયા તા.માળીયા મિ. જી.મોરબી વાળાના કબજામાંથી બીલ આધાર પુરાવા વગરનો પેટ્રોલીયમ પ્રવાહી લી-૧૬,૫૦૦ ની કી.રૂ.૧૧,૫૫,૦૦૦/-, ટ્રક ટેંકર નંબર-GJ-39-T-523 ની કી.રૂ.૧૫,૦૦,૦૦૦/-, બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06-AZ- 7597 ની કી.રૂ. ૫,૦૦,000/-, ઇલેકટ્રીક મોટર કી.રૂ. ૫,૦૦૦/-, પ્લાસ્ટીકની પાઇપ નંગ-૦૨ કી.રૂ. ૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૧,૬૦,૫૦૦/- નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર