મોરબીમાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી: છેલ્લા પાંચ મહીનાથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી-બી ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન અનારામ હેડ કોન્સ્ટેબલને ખાનગીમાં મળલ બાતમીના આધારે મોરબી તાલુકા પો.સ્ટે. સી પાર્ટ પ્રોહી કલમ ૬૫એએ, ૧૧૬(બી), ૮૧ મુજબનાં ગુન્હામાં નાસતા ફરતા જાહેર કરેલ આરોપી વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા ઉ.વ.રર રહે.મોટામાત્રા તા.વીંછીયા જી.રાજકોટવાળાને મોરબી, ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસની બાજુ માથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.