મોરબીના બાદનપર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ભરવાડના નેસડાની બાજુમાં ખરાબમાં બાવળની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ભરવાડના નેસડાની બાજુમાં ખરાબમાં બાવળની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો પ્રાગજીભાઇ જેઠાભાઇ ઠોરીયા ઉવ-૬૭ રહે. રામનગર ખારેચીયા રહે.રામનગર (ખારેચીયા) તા.જી.મોરબી, બચુભાઇ પુનાભાઇ ડાંગર ઉવ-૬૧ રહે.કોયલી તા.જી. મોરબી, ભરતભાઇ મોમયાભાઇ કુંભારવાડીયા ઉવ-૪૮ રહે.બેલા આમરણ તા.જી.મોરબી, જંયતિલાલ તળશીભાઇ રાઘવાણી ઉવ-૪૬ રહે.ધુળકોટ તા.જી. મોરબી, જયેશભાઇ માનસંગભાઇ મકવાણા ઉવ-૫૨ રહે. બાલંભા તા.જોડીયા જી.જામનગરવાળાને રોકડ રકમ રૂ. ૪૦,૯૫૦ તથા ઈનોવા કાર રજીસ્ટર નંબર – જીજે-૩૬-બી- ૫૦૨૫ કિં રૂ. ૭,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૭,૪૦,૯૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.