મોરબીના ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી પોલીસ અધીક્ષક એ મોરબી જીલ્લામાં ચાલતી જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટરને જરૂરી સુચના આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સની ટીમને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે રેઈડ કરતા મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેર શેરીમાં જુગાર રમતા સાત ઈસમો અરવિંદભાઈ રામજીભાઈ પટેલ, જીતેશભાઈ મનસુખભાઈ પટેલ, નીલેષભાઈ ભુદરભાઈ પટેલ, સંજયભાઈ લવજીભાઈ પટેલ, મીતુલભાઈ બાબુભાઈ પટેલ, ભાવેશભાઈ પરબતભાઈ પટેલ, નીલેષભાઈ જયંતીભાઈ દવે રહે બધા ધરમપુર તા-જી મોરબી વાળાને રોકડ રૂ. ૫૦,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.