મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ગામે રહેતા રહેતા જયશ્રીબેન કિશનભાઇ જોષી (ઉ.વ.૨૨) પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
