મોરબી: મોરબીના નાની વાવડી ગામે પ્રાથમિક શાળા નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે પ્રાથમિક શાળા નજીકથી આરોપી વિવેકભાઈ બળવંતભાઈ વાઘેલા રહે રણછોડનગર મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૫ કિ.રૂ.૧૮૭૫/-ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં બિનઅધિકૃત રીતે ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યા હોવાની નોંધ મહાનગરપાલિકાના ધ્યાનમાં આવી છે. જેને રેગ્યુલર કરવા મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ એન્ડ ડ્રેનેજ શાખા દ્વારા જાહેર જનતાને તાકીદ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શનના કારણે જાહેર આરોગ્ય, સ્વચ્છતા તેમજ ડ્રેનેજ વ્યવસ્થામાં ગંભીર અડચણો...
હળવદ તાલુકાના કવાડિયા ગામે યુવકની પત્ની બે મહિનાથી રીસામણે હોય અને પત્ની દ્વારા કવાડિયા આવવાની ના પાડેલ હોય જેથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા વિરમભાઈ ઉર્ફે હક્કો ધનજીભાઈ કોપાણીયા (ઉ.વ.૩૦) નામના યુવકની પત્ની છેલ્લા બે મહિનાથી રિસામણે...
મોરબી શહેરમાં વિદેશી દારૂનું વેચાણ શેરીએ અને ગલીએ ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ જેની કિંમત રૂપિયા ૨૧૪૮ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ...