Thursday, April 25, 2024

સંસદ બજેટ સત્ર: રાજ્યસભામાં આ મુદ્દે થયો હોબાળો, કાર્યવાહી સ્થગિત કરાઈ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારે શરૂ થયો. આ જ ક્રમમાં પ્રથમ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ. પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ચર્ચા કરવાની માંગ અંગે કોંગ્રેસના હોબાળા પછી રાજ્યસભાની કાર્યવાહી પહેલા 11 વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 1 વાગ્ય સુધી મુલતવી રાખવામાં આવી હતી. વિપક્ષી નેતા મલ્લિકાર્જુનએ ગૃહમાં કહ્યું, ‘પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર દીઠ રૂ 100 અને રૂ. 80 થયા છે. એલપીજીના ભાવ પણ વધી ગયા છે. એકસાઇઝ ડ્યુટી / સેસ લાદવાને કારણે 21 લાખ કરોડ જમા થયા હતા, જેના કારણે ખેડૂત સહિત આખા દેશને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગૃહ અધ્યક્ષે કહ્યું કે આજનો દિવસ વિશ્વભરની મહિલાઓના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી અને સન્માન કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સોનલ માનસિંહએ ગૃહમાં ‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ પણ ઉજવવા માંગ કરી હતી. ગૃહના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું, ‘રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે હું મલ્લિકાર્જુનને આવકારું છું. તેઓ દેશના સૌથી લાંબા કાર્યકારી નેતાઓમાંના એક છે. તેમણે કહ્યું, ‘હું તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવાની અપીલ કરું છું જેથી તેઓ અહીં યોજાનારી ચર્ચાઓમાં ભાગ લઈ પોતાનું જ્ઞાન વધારી શકે.’ ગૃહના અધ્યક્ષે કહ્યું, ‘સંસદનું પુસ્તકાલય આ વર્ષે તેના 100 વર્ષ પૂર્ણ કરશે, તેમાં 1.4 મિલિયન પુસ્તકો અને સેંકડો જર્નલ છે. મને જાણવા મળ્યું છે કે સંસદના પુસ્તકાલયની મુલાકાત લેતા સાંસદોની સંખ્યા ખૂબ સંતોષકારક નથી. હું સાંસદોને પુસ્તકાલયનો અસરકારક ઉપયોગ કરવા અપીલ કરું છું.’

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર