Sunday, December 8, 2024

સોનાક્ષી સિંહા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા માટે તૈયાર, મહિલા દિન પર પોસ્ટર રજૂ કરાયું.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિઓએ સોનાક્ષી સિંહાની આગામી વેબ સિરીઝનો પહેલો લુક રજૂ કર્યો છે. આ લુકને શેર કરતાં, એમેઝોન પ્રાઈમે સ્ત્રી શક્તિની ઉજવણી કરી.પોસ્ટરમાં સોનાક્ષી એક સખ્ત પોલિસીની અદામાં દેખાઈ રહી છે. તેમાં તે એક પોલીસની ભૂમિકા નિભાવી રહી છે. આ સાથે અભિનેત્રી આ સિરીઝથી ડિજિટલ પ્રવેશ કરી રહી છે. આ શ્રેણીમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ પણ સોનાક્ષીની સાથે જોવા મળશે. જો કે, આ શ્રેણીનું નામ શું હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સોનાક્ષીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટર બહાર પાડ્યું છે, જેમાં તે ટ્રેનના પાટાની વચ્ચે એકલી ઉભી જોવા મળી રહી છે. અભિનેત્રીની આગામી શ્રેણી એક્ઝિક્યુટિવ નિર્માતાઓ રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર (એક્સેલ મીડિયા અને મનોરંજન) તેમજ ઝોયા અખ્તર અને રીમા કાગતી (ટાઇગર બેબી) દ્વારા બનાવવામાં આવી છે. આ સાથે જ, તેનું નિર્દેશન રીમા કાગતી અને રુચિકા ઓબેરોય દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝ વિશે વાત કરતા ડિરેક્ટર રીમા કાગતીએ કહ્યું હતું કે, ‘સોનાક્ષી એક એવી કલાકાર છે જે પોતાના પાત્રમાં સહજ રીતે ફીટ થવાની ક્ષમતા ધરાવે છે. તે આ સિરીઝમાં સખ્ત પોલીસની ભૂમિકા નિભાવી રહી છે અને સોનાક્ષીને તેના પાત્રમાં સંપૂર્ણ રીતે ઢળતા જોઈને ખુશિનો અણુભવ થાય છે. હું ફરી એકવાર એમેઝોન પ્રાઇમ વિડિઓ સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છું અને ખરેખર આ શોને વિશ્વભરના પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે રાહ જોઈશ’. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘બુલબુલ તરંગ’માં પણ જોવા મળશે. સોનાક્ષી સિંહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનો પહેલો લુક શેર કર્યો હતો, જેમાં તે બ્લુ રંગના પ્રિન્ટેડ સલવાર સૂટ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન શેર કરીને કેપ્શન લખ્યું હતું, “મળો બુલબુલ …. એક એવી યુવતી જે પોતાનું સપનું સાકાર કરવા બહાર આવી છે.” મારી આગામી ફિલ્મ # બુલબુલ તરંગ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ થશે.’

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર