Sunday, September 8, 2024

સ્ત્રીઓમાં લેટ પીરીયડ ને લીધે સમસ્યા સર્જાઈ છે જાણો શું છે તેનું કારણ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોટાભાગની સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના પીરીયડનો સમય અનિયમિત રહે છે.અને તેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. પિરિયડમાં અનિયમિતતાને લીધે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગુસ્સો, ચીડિયાપણું ભૂખ ન લાગવી, મોઢા પર ખીલ થવા વગેરે જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ગર્ભાવસ્થા એ લેટ પીરીયડ માટેનું સૌથી સામાન્ય કારણ છે, પરંતુ જો તમે સગર્ભાવસ્થાની યોજના નથી બનાવતા અને હજી પણ લેટ પિરિયડની સમસ્યા થાય છે તો ઘણા કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ આ કારણો વિશે.

તણાવ
તણાવ શરીર પર ઘણી રીતે અસર કરે છે. તણાવ જી.એન.આર.એચ. નામના હોર્મોનનું પ્રમાણ ઘટાડે છે, જે ઓવ્યુલેશન અથવા લેટ પીરિયડ્સનું કારણ બની શકે છે. આથી તમારી જાતને હળવા રાખો જેથી લેટ પીરીયડ ની સમસ્યા દૂર થશે.

સામાન્ય રોગ-
અચાનક તાવ, શરદી, ખાંસી અથવા કોઈ લાંબી બીમારીને કારણે પણ લેટ પીરીયડ ની સમસ્યા રહે છે. એકવાર તમે રોગમાંથી સ્વસ્થ થાઓ પછી, આ સમસ્યા રહેતી નથી.

દિનચર્યામાં પરિવર્તન –
દિનચર્યામાં એકાએક પરિવર્તન થવાથી લેટ પીરીયડ ની સમસ્યા ઊભી થાય છે. રાત્રિ શિફ્ટમાં કામ કરવું, સતત પ્રવાસ કરવો અથવા અચાનક શહેર બદલવાથી વાતાવરણની અસર, ઘરના કાર્ય દરમિયાન દિનચર્યા બદલાઈ જાય છે. જ્યારે શરીરને આ નવા શેડ્યૂલની આદત પડે છે અથવા જ્યારે આપણે સામાન્ય રૂટિનમાં પાછા ફરીએ છીએ ત્યારે પીરીયડ્સ પણ તેની અસર જોવા મળે છે અને તેમાં અનિયમિતતાં સર્જાય છે.

જાડાપણું –
મેદસ્વીપણાને કારણે પીરિયડ્સ પણ અનિયમિત થઈ શકે છે અને તેના કારણે પીરિયડ્સમાં વિલંબ થઈ શકે છે. જોકે, આ સમસ્યા ઓછા વજનવાળા લોકોને પણ થાય છે, પરંતુ મેદસ્વીપણા આનું મુખ્ય કારણ હોઈ શકે છે.

થાઇરોઇડ-
ગળામાં થાઇરોઇડ ગ્રંથિ ચયાપચયને નિયંત્રિત કરે છે. તે શરીરના ઘણા કાર્યોમાં પણ ભૂમિકા ભજવે છે. જો તમને થાઇરોઇડ સંબંધિત કોઈ સમસ્યા છે તો તે પીરિયડ્સને પણ અસર કરે છે. જો તમને થાઇરોઇડની સમસ્યા છે, તો નિયમિત પીરીયડ માટે ડોકટરની સલાહ લેવી જોઈએ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર