Sunday, September 15, 2024

જે.પી નડ્ડાએ ખેડુતોની મદદ માટે મુઠ્ઠીભર ચોખા અભિયાન શરૂ કર્યું,બંગાળની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદો પર ખેડુતો દેખાવો કરી રહ્યા છે. ખેડુતો આ કાયદા પાછા ખેંચવાની માંગ પર મક્કમ છે. તે જ સમયે, સરકાર પીછેહઠ કરવા તૈયાર નથી. ખેડૂત અને સરકાર બંને પોતપોતાના મુદ્દા પર અડગ છે. 8 મી જાન્યુઆરીએ યોજાયેલી 8 મી રાઉન્ડની વાતચીત પણ અસફળ રહી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ફરી એકવાર બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં તેમણે એક મુઠ્ઠી ચોખા અભિયાનની શરૂઆત કરાવી હતી.આ પેહલા જેપી નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમની આ વખતની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે દેશના ખેડુતોનો અવાજ પીએમ મોદીની સાથે છે. તેમણે કહ્યું કે, બંગાળમાં ભાજપ ખેડૂત-મૈત્રીપૂર્ણ સરકાર બનાવશે. ભાજપના અધ્યક્ષે મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભોથી વંચિત રાખવા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. નડ્ડા સૌપ્રથમ બર્ધમાનના પ્રખ્યાત શ્રીરાધા ગોવિંદ મંદિરમાં પૂજા કરી હતી. ખેડુતોના આંદોલન વચ્ચે બંગાળ પહોંચેલા નડ્ડા, ખેડુતોને નવા કૃષિ કાયદા વિશે માહિતગાર કરવા અને ખેડુતોની મદદ માટે મુઠ્ઠીભર ચોખા અભિયાન શરૂ કર્યું. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોના બજેટમાં અનેક ગણો વધારો કર્યો છે. આ સાથે પીએમ મોદીએ સ્વામિનાથન સમિતિના અહેવાલનો અમલ કર્યો. નડ્ડાએ કહ્યું કે,”હવે જ્યારે મમતાની જમીન સરકવા જઈ રહી છે, ત્યારે તે ખેડૂતોને યાદ કરે છે. પરંતુ હવે, પરંતુ હવે શું ફાયદો”

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર