Tuesday, April 16, 2024

એસ્ટ્રાઝેનેકાની રસી અંગે થઇ રહેલા પ્રશ્નો વચ્ચે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જહોનસને…….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી ઉપર ઉઠતા પ્રશ્નો વચ્ચે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને આજે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો. યુરોપિયન અને બ્રિટિશ ડ્રગ કંટ્રોલ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે રસી લેતા લોહી ગંઠાઇ જવાના કોઈ પુરાવા નથી.આ છતાં, રસી વિશે લોકોમાં ભય અને ચિંતા છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રસી મેળવીને લોકોની મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે તેમણે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી. પીએમ જોહ્ન્સનને ટ્વિટમાં લખ્યું કે – ‘મેં હમણાં જ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. વૈજ્ઞાનિકો, એનએચએસ સ્ટાફ અને સ્વયંસેવકો સહિતના દરેકને આભાર કે જેમણે આ બનવામાં મદદ કરી. આપણે જે જીવનને યાદ કરીએ છીએ તે જીવનમાં પાછા ફરવા માટે રસી લેવી એ શ્રેષ્ઠ વાત છે. ચાલો રસી લઈએ.’ કોરોના રસી પરના પ્રશ્નોના પગલે યુરોપિયન અને બ્રિટીશ ડ્રગ કંટ્રોલ એજન્સીઓએ તમામ ઉપલબ્ધ ડેટાનું સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું અને તે નિષ્કર્ષ પર આવ્યા કે એસ્ટ્રાઝેનેકા રસી દ્વારા લોહીના ગંઠા થવાના કોઈ પુરાવા મળ્યા નથી. છતાં, રસી વિશેનો ડર અને ચિંતા અકબંધ છે, લોકોની આ ચિંતાને દૂર કરવા માટે વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને કોરોના રસી લગાવી. સાથે જ તેમણે લોકોને રસીકરણનો હિસ્સો બનવાની અપીલ પણ કરી છે. આ રસી ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે. તેનું નિર્માણ ભારતમાં એસ્ટ્રાઝેનેકા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, યુકેની હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી MHRA એ સલાહ આપી છે કે જે લોકોએ આ રસી લીધા પછી સતત ચાર દિવસ સુધી માથાનો દુખાવો થાય છે, તેઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનને રસી અંગેની શંકા દૂર કરવા માટે જ રસીકરણ કરાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર