Thursday, April 25, 2024

RBI એ PNB અને BOI પર 6 કરોડનો દંડ કર્યો, જાણો શા માટે આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (આરબીઆઈ) બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક પર કુલ 6 કરોડનો દંડ ફટકાર્યો છે. આ બેંકોને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉલ્લંઘનમાંથી એક ‘છેતરપિંડીનું વર્ગીકરણ અને તેના અહેવાલ’ ના નિયમને લગતું છે. 4 કરોડનો દંડ બેંક ઓફ ઈન્ડિયા અને 2 કરોડ રૂપિયાનો દંડ પંજાબ નેશનલ બેંક પર લાગુ કરવામાં આવ્યો છે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2019 ના રોજ બેંક ઓફ ઇન્ડિયાના સુપરવાઇઝરી વેલ્યુએશન (એલએસઈ) માટે કાનૂની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેંકે સમીક્ષા હાથ ધરી છે અને એકાઉન્ટમાં છેતરપિંડી શોધવા માટે ફ્રોડ મોનિટરિંગ રિપોર્ટ (એફએમઆર) સબમિટ કર્યો છે. એક અલગ નિવેદનમાં આરબીઆઈએ એ પણ કહ્યું કે નાણાકીય સ્થિતિના સંદર્ભમાં પંજાબ નેશનલ બેંકનું કાયદાકીય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

નિયમોની અવગણના

સેન્ટ્રલ બેંકે કહ્યું કે જોખમ મૂલ્યાંકન અહેવાલની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ કેસોમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. બંને કેસમાં જાહેર ક્ષેત્રની બેંકોને શો કોઝ નોટિસ મોકલી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે સૂચનોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવો જોઈએ નહીં?. આરબીઆઈનું કહેવું છે કે નિયમનકારી પાલનના અભાવ માટે બંને બેન્કોને દંડ ફટકારવામાં આવશે.

ICICI Bank (આઈસીઆઈસીઆઈ) બેંકને દંડ ફટકાર્યો

જણાવી દઈએ કે અગાઉ આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંક પર દંડ ફટકાર્યો હતો. આમાં આઈસીઆઈસીઆઈ બેંક પર પણ નિયમો તોડવાનો આરોપ મૂકાયો હતો. દંડ લાદતા પહેલા આરબીઆઈએ બેંકને નોટિસ ફટકારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર