Saturday, July 27, 2024

સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર મુકાયેલા નિયંત્રણો લંબાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ જુદા-જુદા સાત તબક્કાઓમાં યોજવાની તા.૧૬-૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન પૂર્ણ થયેલ છે તેમજ મતગણતરી તા.૦૪-૦૬-૨૦૨૪ ના રોજ યોજાનાર છે. બાકી રહેલ તબક્કાઓનું મતદાન ક્રમશઃ પૂર્ણ થવામાં છે. જે અન્વયે હાલની સ્થિતિએ આદર્શ આચારસંહિતાની અમલવારી ચાલુમાં છે. આદર્શ આચારસહિતાની અમલવારી કરવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના તમામ શહેરો અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં તા.૦૬-૦૬-૨૦૨૪ સુધી પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્‍લાનાં સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકરી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઇ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ યોજવા પર, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર