Sunday, September 8, 2024

રાજ્યમાં પોલીસ સુરક્ષામાં અનુસૂચિત જાતિના લગ્નની વિધિ થઈ, દિવસેને દિવસે આવા કિસ્સાઓ વધ્યા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઉત્તર ગુજરાતના એક ગામમાં બેન્ડ બાજા સાથે લગ્નની વિધિ કરવામાં આવી હતી, પરંતુ તેમાં મહેમાનો કરતા વધુ પોલીસ કર્મચારીઓ શામેલ હતા. હકીકતમાં, અનુસૂચિત જાતિના યુવકના લગ્નના એક દિવસ પહેલા, જ્યારે બિંદોરી તૈયાર થઈ હતી, ત્યારે ગામલોકોના વાંધાને કારણે તેણે તેના ઘોડા પર બેસીને ધાર્મિક વિધિ કરવા માટે પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરવી પડી હતી. દુર્લભ સુતરિયાએ દુલ્હો બની અને હાથમાં તલવાર લઇને ઘોડી પર બેસી અને પરિવારે લગ્ન ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામના દુર્લભ સુતરિયા અનુસૂચિત જાતિમાંથી આવે છે. વણકર સમાજના આ યુવકના લગ્ન રવિવારે થયા હતા પરંતુ શનિવારે તેનાથી સંબંધિત ધાર્મિક વિધિ ગામમાં થવાની હતી. ગ્રામજનોની નારાજગી જોઇ વરરાજાના પિતાએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા રૂપે 75 પોલીસ જવાનોને ગામમાં તૈનાત કરવામાં આવ્યા હતા. વિધિ સંપૂર્ણ શાંતિથી સંપન્ન થઈ હતી.

વધુ એક એવો જ કિસ્સો :-

નોંધપાત્ર વાત એ છે કે, આની પેહલા ગુજરાતના અરવલ્લી જિલ્લામાં નિકાશી વખતે એક ઘોડે બેઠેલી અનુસૂચિત જાતિની કન્યાને નીચે ઉતારીને તેના ભાઈના માથા પરથી સાફો ઉતારી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં પોલીસે આરોપી પિતા અને પુત્રની ધરપકડ કરી હતી અને કન્યાને સલામત રીતે ઘોડા પર બેસાડી અને નિકાશી કરાવી હતી. આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મોડાસા તહસીલના નંદીસણ ગામે તાજેતરમાં જ એક અનુસૂચિત જાતિની કન્યાને ઘોડા પર સવાર કરાઈ હતી. ત્યારબાદ ગામના જયેન્દ્રસિંહ ચૌહાણ અને તેનો પુત્ર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નિકાશી અટકાવી કન્યાને ઘોડા પરથી નીચે ઉતારી, દુલ્હન ભાઈના કપાળ પર બાંધેલા સાફાને એમ કહીને કાઢી નાખ્યો કે તેણે સાફો ન પહેરવો જોઈએ. આરોપીએ તેના એક સંબંધીને થપ્પડ પણ મારી હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર, અશોક પરમારે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કન્યાને ફરીથી ઘોડા પર બેસાડી હતી અને પોલીસ સુરક્ષામાં નિકાશી કરવામાં આવી હતી. કન્યાના પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે.

ઘોડી ન રાખવા બાબતે હત્યા :-

આ પહેલા માર્ચ 2018 માં, સૌરાષ્ટ્રમાં ઘોડી રાખવા જેવી નજીવી બાબતે દલિત યુવકની હત્યા ગામના દબંગ લોકોએ કરી હતી. બે મહિના પહેલા પ્રદીપ રાઠોડ નામનો એક યુવાન ઘોડી લાવ્યો હતો, ખેતરમાં જતા રસ્તામાં કેટલાક લોકો તેને ધમકાવતા હતા, ગુરુવારે રાત્રે તેનો મૃતદેહ અને ઘોડીની લાશ ગામની બહાર મળી આવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ મૃતકના સંબંધીઓએ તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ લેવાની ના પાડી દીધી છે. ભાવનગરથી 60 કિલોમીટર દૂર ઉમરાળા તહસીલના ટીંબી ગામમાં રહેતા કાળુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે તેનો 21 વર્ષનો છોકરો પ્રદિપ રાઠોડ બે મહિના પહેલા ઘોડી લાવ્યો હતો, ગામના કેટલાક લોકો તેને આ બાબતે ધમકી આપતા હતા. જ્યારે પણ તે ઘોડી સાથે ખેતરની બહાર આવતો ત્યારે લોકો તેને ધમકાવતા હતા અને ઘોડી પર બેસવાની ના પાડતા હતા. તે ઘોડી સાથે ખેતરમાં ગયો હતો, તેણે કહ્યું હતું કે તે તેમની સાથે જમવા પાછા આવશે. મોડી રાત સુધી પ્રદીપ પરત ન આવ્યો ત્યારે તેની શોધખોળ શરૂ કરાઈ હતી. ગામની બહાર પ્રદીપ અને તેનો ઘોડો બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યના સામાજિક ન્યાય પ્રધાન ઇશ્વર પરમારે જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને ઘટનાની તપાસ કરી અહેવાલ તૈયાર કરવા અને ટૂંક સમયમાં સરકારને મોકલવા જણાવ્યું છે, પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.તાલપાડાએ જણાવ્યું છે કે આ કેસમાં હજી સુધી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર