Thursday, June 13, 2024

રામ મંદિર માટે નિધિ એકત્રિત કરનાર આરએસએસ જિલ્લા કાર્યકર્તાને મારી ગોળી, ત્રણની ધરપકડ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નાણાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ જ અભિયાનમાં રાજસ્થાનના કોટામાં ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના ડિરેક્ટર દીપક શાહ નિધિ એકત્રિત કરી રહયા હતા. મંગળવારે કેટલાક અજાણ્યા લોકોએ તેમને ગોળી મારી દીધી. કેટલાક લોકોએ દીપક શાહને ચેતવણી આપી હતી કે દાન એકત્ર કરવાનું બંધ કરો, પરંતુ દીપક શાહે આ કામ બંધ કર્યું નહીં. આ ઘટના કોટાની રામગંજ મંડીની છે. આ બનાવ અંગે ઝાલાવાડથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે દિપક શાહને કોટાની એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલા દરમિયાન દીપક શાહને એક ગોળી પગમાં અને બીજી ગોળી જાંઘ પર વાગી હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. જિલ્લા એસોસિએશનના ડિરેક્ટર દીપક શાહને ગોળીબાર કર્યા બાદ આરોપી ઝાલાવાડ તરફ દોડી ગયો હતો. તેનો પીછો કરી કોટા રૂરલ પોલીસે પકડ્યો હતો. આ ઘટના અંગેની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, જિલ્લા એસોસિએશનના ડિરેક્ટર દીપક શાહ સાંજે 6-વાગ્યે રામ મંદિરના નિર્માણ માટે દાન લેવા નીકળ્યા હતા. તે દરમિયાન બાઇક ઉપર સવાર ત્રણ બદમાશો આવી ગયા હતા અને દીપક શાહ ઉપર ઝડપથી ફાયરિંગ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા દિપક શાહને હિસ્ટ્રી શીટર દ્વારા ધમકી આપવામાં આવી હતી. દિપક શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. આ ઘટનાથી રામગંજ મંડીમાં ચકચાર મચી ગઈ હતી અને ઘટનાની ગંભીરતાને કારણે પોલીસ તૈનાત વધારવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર