Tuesday, November 5, 2024

છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમને મોટી જવાબદારી મળી, આ નવી સમિતિનું મળ્યું સુકાન.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતની દિગ્ગજ બોક્સર અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મેરી કોમને આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ એસોસિએશન (એઆઈબીએ) દ્વારા ‘ચેમ્પિયન્સ અને વેટરન્સ’ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એઆઇબીએના બોર્ડ ઓફ ડિરેક્ટર એ 37 વર્ષીય મેરી કોમના નામે મત આપ્યો. ગયા વર્ષે વિશ્વ સંસ્થા દ્વારા પેનલની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે વર્લ્ડ બૉક્સિંગમાં ફેરફાર અને સુધારો કરવા માટે ગત વર્ષે ડિસેમ્બરમાં ચેમ્પિયન્સ અને વેટરન્સ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમાં વિશ્વભરના આદરણીય દિગ્ગજો અને ચેમ્પિયન બોકર્સ શામેલ છે જેઓ પોતાનો અનુભવ શેર કરવા માગે છે. આ દરમિયાન, સ્પેનમાં ઉપસ્તિથ 37 વર્ષીય મેરી કોમે ટ્વિટ કરીને બૉક્સિંગ એસોસિએશનનો આભાર માન્યો અને સૌનો આભાર માન્યો. તેમણે કહ્યું, ‘આ નવી જવાબદારી આપવા બદલ એઆઇબીએ પ્રમુખ ઓમર ક્રેમલેવ અને તમામ બૉક્સિંગ પરિવારનો આભાર. હું મારૃ શ્રેષ્ઠ યોગદાન આપીશ. ‘ તમને જણાવી દઈએ કે મેરી કોમ એક વર્ષ પછી બૉક્સિંગ રિંગમાં ઉતરવા જઈ રહી છે. તે બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરી રહી છે અને આજે ટુર્નામેન્ટની શરૂઆત ક્વાર્ટર ફાઇનલથી કરશે. મેરી કોમે આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધી છે. તે બીજી અને છેલ્લી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર