જો તમે પણ સસ્તા હોમ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની શોધ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ અહેવાલમાં, અમે તમને એક એવી કંપનીની યોજના વિશે જણાવીશું જે એક વર્ષ માટે 100 એમબીપીએસની ઝડપે ઇન્ટરનેટ પ્રદાન કરી રહી છે, જે ફક્ત 565 રૂપિયામાં છે. તમે GTPL Hathway વિશે જાણતા જ હશો આ કંપની હાલમાં દેશના 11 શહેરોમાં સેવાઓ આપી રહી છે.
GTPL Hathway બ્રોડબેન્ડ પ્લાન
કંપની પાસે 40Mbps થી 100 Mbps સુધીનો પ્લાન છે અને 12 મહિના માટે તેમની કિંમત 3,800 રૂપિયાથી લઈને 5,900 રૂપિયા સુધીની છે. 40 એમબીપીએસ સાથેની 18 મહિનાના પ્લાનની કિંમત 6,786 રૂપિયા છે. આ કિસ્સામાં, તેની માસિક કિંમત 377 રૂપિયા છે. કંપનીની 50 એમબીપીએસનો પ્લાન પણ છ મહિના, 12 મહિના અને 18 મહિનાની સાથે આવે છે. આ સમયગાળા માટેના પ્લાનના ભાવ અનુક્રમે 3,999 રૂ.,5,999 રૂ. અને 8,250 રૂ. છે. આ ભાવની માસિક કિંમત 565 રૂ., 424 રૂ. અને 388 રૂ. થશે. છેલ્લા પ્લાન 100 એમબીપીએસની વાત કરીએ તો આ પ્લાન સાત મહિના, 10 મહિના અને 12 મહિનાના પેકજ સાથે આવે છે. સાત મહિનાના પેકજની કિંમત 4,949 રૂપિયા (દર મહિને 599 રૂપિયા), 10-મહિનાના પેકજની કિંમત 6,900 રૂપિયા છે (મહિનાની અસરકારક કિંમત 585 રૂપિયા છે) અને 12 મહિનાની યોજનાની કિંમત 7,999 રૂપિયા છે (દર મહિને તેની અસરકારક કિંમત 565 રૂપિયા) એકંદરે, GTPL Hathwayના પ્લાન આ સમયે સૌથી સસ્તા છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)