Monday, October 7, 2024

ઓક્સિજનની મદદ માટે કૉરર્પોરેટ જગત આગળ આવ્યુ,આ કંપનીઓએ સકારાત્મક પહેલ કરી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોવિડ -19 ની સારવારમાં ઓક્સિજનની તંગી દૂર કરવા માટે હવે ખાનગી અને સરકારી કંપનીઓએ સકારાત્મક પહેલ કરી છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, સેલ, જિંદલએ કોવિડની સારવાર માટે ઓક્સિજનની સપ્લાઈ શરૂ કરી દીધી છે. તે જ સમયે, સહકારી મંડળ IFFCO ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે જ્યાંથી હોસ્પિટલોમાં મફત ઑક્સિજન પૂરા પાડવામાં આવશે. નોંધનીય છે કે કોવિડ -19 ની ગંભીર સ્થિતિવાળા દર્દીઓની સારવાર માટે તબીબી ઓક્સિજન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આખા દેશમાં તેની એક મોટી અછત છે. ટાટા જૂથની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ દરરોજ 200 થી 300 ટન લિક્વિડ તબીબી ઓક્સિજન સપ્લાય કરે છે. રવિવારે, કંપનીએ ટ્વિટ કર્યું કે, રાષ્ટ્રની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, અમે ઓક્સિજન સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. આ સપ્લાઈ વિવિધ રાજ્ય સરકારો અને હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. આ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહારાષ્ટ્ર સરકારને 100 ટન ઓક્સિજન મોકલ્યું છે. થોડા દિવસો પહેલા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતમાં તેના પ્લાન્ટમાંથી 100 ટન ઓક્સિજનનો પુરવઠો મહારાષ્ટ્ર સરકારને મોકલ્યો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ જામનગર સ્થિત તેની બે ઓઇલ રિફાઇનરીઓમાંથી મહારાષ્ટ્રમાં ટ્રકો દ્વારા 100 ટન ઓક્સિજનનો પુરવઠો પહોચાડ્યો. કોરોના સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ખાતરોનું ઉત્પાદન અને વેચાણ કરતી સહકારી મંડળ ઇફ્કોએ સારી પહેલ કરી છે. IFFCO ગુજરાતના કાલોલમાં તેની ફેક્ટરીમાં પ્રતિ કલાક 200 ઘનમીટર ઉત્પાદન ક્ષમતા સાથેનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે. ઇફ્કો આ ઓક્સિજનને મફતમાં હોસ્પિટલોમાં આપશે. આ ફેક્ટરીમાંથી ઉત્પાદિત ઓક્સિજન સિલિન્ડરમાં 46.7 લિટર ઓક્સિજન હશે. નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્ર સરકારે હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય વધારવા ઉદ્યોગોને ઓક્સિજન પહોંચાડવા પર પ્રતિબંધ મુક્યો છે. રવિવારે સાંજે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ હવે માત્ર 9 આવશ્યક ઉદ્યોગોને જ ઓક્સિજનનો પુરવઠો મળશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર